જીગ્નેશ મેવાણીના સમર્થનમાં પરેશ ધાનાણી, લખી કવિતા

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ગુજરાતના રાજકારણમાં ડ્રગ્સ અને માફિયાગીરીના મુદ્દે ફરી એકવાર ગરમાવો આવ્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ આ મામલો વધુ ગરમાયો છે. ક્યાંક મેવાણીનો વિરોધ થઈ રહ્યો છે તો ક્યાંક સમર્થન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા છે.

તેમણે સોશિયલ મીડિયા પર એક કવિતા પોસ્ટ કરી છે. જેમાં તેમણે પોલીસને સલામ, પટ્ટાવાળા હરામ, ગુજરાત પાર્ટીના ઈશારે નાચનારાંના પટ્ટા જરૂર ઉતારશે તેમ લખ્યું છે.પરેશ ધાનાણીએ કવિતામાં લખ્યું છે કે, સંવિધાનની રક્ષા કરે ઈ સિપાહી, પાર્ટીના ઈશારે નાચે ઈ પટાવાળા. મારું ગુજરાત સંવિધાનના રક્ષકોને કાયમી સલામ કરશે અને પાર્ટીના ઈશારે નાચનારા સૌના જરુરથી પટ્ટા ઉતારશે! ધાનાણીની આ પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે.

https://x.com/paresh_dhanani/status/1993629501016911988?s=20

મહત્વનું છે કે, યુવા નેતા જિગ્નેશ મેવાણી દ્વારા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, ત્યારે પરેશ ધાનાણીનું આ સમર્થન સૂચવે છે કે વિપક્ષ યુવાધનને બચાવવાના આ મુદ્દે એકજૂથ થઈ રહ્યો છે.

Share This Article