બાવળા પાસે ટ્રક પાછળ પિકઅપ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

બાવળા-બગોદરા હાઈવે પર રામનગર ગામ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કેટરિંગ સર્વિસની એક પિકઅપ વાન રોડ પર ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતાં આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે બે વ્યક્તિ ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ, સવારે બાવળા-બગોદરા હાઇવે પર વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ રામનગર નજીક એક ચાની કીટલી પાસે પૂરપાટ ઝડપે દોડતી બોલેરો પિકઅપ વાન આગળ જઇ રહેલા એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

ટક્કર એટલી ભયંકર હતી કે પિકઅપ વાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મૃતક અને ઘાયલ તમામ લોકો અમદાવાદના નરોડા સ્થિત ‘બાલાજી કેટરર્સ’ ના કર્મચારીઓ હતા, જેઓ નરોડાથી બગોદરા પાસેના એક રિસોર્ટમાં લગ્ન પ્રસંગે રસોઈ બનાવવા જઈ રહ્યા હતા.

Share This Article