કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફાયરિંગનો મામલો, દિલ્હીથી ઝડપાયો આરોપી

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

જાણીતા કોમેડીયન અને અભિનેતા કપિલ શર્માના કેનેડા સ્થિત કેફે પર બેથી વધુ વખત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ફાયરિંગ કેસમાં દિલ્હી પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે. કેફે પર ફાયરિંગ કરનાર આરોપી  દિલ્હીથી ઝડપાયો છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપી દિલ્હી આવતા ઝડપી લેવાયો છે. આરોપી ગોલ્ડી ઢિલ્લોન ગેંગનો શૂટર છે. તેની સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. ક્રાઈમ બ્રાન્ચે તેના કબજામાંથી એક ઉચ્ચ કક્ષાની PX-3 (મેડ ઈન ચાઈના) પિસ્તોલ અને 8 જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા છે.

મહત્વનું છે કે, આ વર્ષે જુલાઈ મહિનામાં કેનેડાના સરે વિસ્તારમાં ખુલેલા કપિલ શર્માના ‘કેપ્સ કેફે’ને ત્રણ વખત નિશાન બનાવવામાં આવ્યું હતું. પ્રથમ હુમલો 10 જુલાઈના રોજ થયો હતો, ત્યારબાદ 7 ઓગસ્ટ અને 16 ઓક્ટોબરે કેફે પર વધુ બે વખત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સદનસીબે, આ ઘટનાઓમાં કોઈને ઈજા થઈ ન હતી.

Share This Article