હોંગકોંગમાં ભીષણ અગ્નિકાંડ, 44 લોકોના મોત

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

હોંગકોંગના તાઈ પો જિલ્લાના ‘વાંગ ફુક કોર્ટ’ રહેણાક વિસ્તારમાં ભયંકર અગ્નિકાંડ સર્જાયો હતો.ભીષણ આગમાં 44 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો લાપતા છે.

સ્થાનિક સમય મુજબ બપોરે 1:51 વાગ્યે એક ભયંકર અગ્નિકાંડ સર્જાયો હતો. અહીં 32 માળના 8 વિશાળ રહેણાક ટાવર આવેલા છે, જેમાંથી સાત આગની ચપેટમાં આવી જતાં 44 લોકો જીવતા જ સળગી ગયા હતા. આ પૈકી હજુ 200થી વધુ લોકોનો કોઈ જ અતોપતો નથી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, આ બહુમાળી બિલ્ડિંગના સમારકામ માટે ઊભી કરેલી વાંસની પાલખમાં આગ લાગતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં હોંગકોંગ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.   હોંગકોંગ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિજનના ચીફ એક્ઝિક્યુટિવ, જોન લીએ જણાવ્યું હતું કે આ હોંગકોંગના ઇતિહાસમાં સૌથી ભયંકર બહુમાળી આગ છે,

Share This Article