અમદાવાદના ચાંદખેડા વોર્ડ ખાતે વધતી જતી મોંઘવારીના વિરોધમાં મોંઘવારી વિરોધી રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીનું આયોજન કોંગ્રેસ મહિલા વોર્ડ પ્રમુખ રમીલા ગેલોતરની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેર પ્રમુખ જીલબેન શાહ, સુબોધ કુમુદ, એડવોકેટ જીતુભાઈ તેમજ ચાંદખેડા વોર્ડના આગેવાનો અને કાર્યકર્તાઓના સહયોગથી રેલીને સફળ બનાવવામાં આવી હતી.

રેલી દરમિયાન મોંઘવારીના કારણે સામાન્ય જનતાને પડી રહેલી મુશ્કેલીઓ અને વધતી જતી જીવનજરૂરિયાતોની કિંમતો સામે સરકારનું ધ્યાન દોરવા માટે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
તમામ આગેવાનો, મહિલા કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓના સહકારથી રેલી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
