ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’નું ટ્રેલર લોન્ચ, મકરંદ અન્નપૂર્ણા, માનવ રાવ, મનોજ જોશી, દિપેન રાવલ જેવા કલાકારો નજરે પડશે

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ નું ટ્રેલર લોન્ચ થયું. ફિલ્મ ૨૭ જૂને રીલીઝ થશે. ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી ગોતી લો મૂવીમાં જાણીતા કલાકારો મકરંદ અન્નપૂર્ણા, માનવ રાવ, મનોજ જોશી, દિપેન રાવલ, રવિ ઓમપ્રકાશ રાવ અને જ્હાનવી પટેલ મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત મનીષા ત્રિવેદી સહિત અન્ય કલાકારો પણ જોવા મળશે.

https://www.youtube.com/watch?v=_hBvN4k0WiM&ab_channel=PragatyaFilms

ફિલ્મમાં “દાદા” તરીકે મનોજ જોશીનું પાત્ર ખાસ કરીને ટ્રેલરમાં પ્રભાવશાળી છે. આ ફિલ્મ 27 જૂન 2025 ના રોજ રિલીઝ થવાની છે. મૂવી ફક્ત મનોરંજક જ નથી, પણ એક સામાજિક સંદેશ પણ છે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતના સાબરકાંઠાના બામણા ગામમાં કરવામાં આવ્યું છે.

Share This Article