હવે રૂ. 3000ની નજીવી કિંમતમાં ફાસ્ટેગનો વાર્ષિક પાસ મળશે

Chintan Gohil
By Chintan Gohil 2 Min Read

FASTag ને વારંવાર રિચાર્જ કરવાનું ટેન્શન હવે સમાપ્ત થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે કે FASTag નો વાર્ષિક પાસ જાહેર કરવામાં આવશે, જેની કિંમત 3,000 રૂપિયા હશે. જે મુજબ 3000 રુપિયાના વાર્ષિક પાસમાં એક વર્ષ અથવા તો 200 મુસાફરી જે પહેલું પૂર્ણ થાય તે માન્ય રહેશે. જોકે આ 3000 રુપિયાનો ફાસ્ટેગ પાસ કોના માટે વધુ ફાયદાકારક રહેશે અને કઈ રીતે? તો ચાલો જાણીએ.

જો અમદાવાદ વડોદરા વચ્ચે 200 ટ્રિપની ગણતરી કરીએ તો એક્સપ્રેસ વે પર હાલ 140 રુપિયા સિંગલ ટ્રિપના થાય છે. આ રીતે જો તમે 140 રુપિયાની 200 સિંગલ જર્ની કરો તો તમારે કૂલ 28000 રુપિયા તો ફક્ત ટોલ ટેક્સ સ્વરુપે જ આપવા પડે છે. જ્યારે આ પાસ હેઠળ તમે આટલી જ મુસાફરી ફક્ત 3000 રુપિયાથી કરી શકો છો. આ રીતે તમારા 200 ટ્રિપ પર કુલ 25000 રુપિયાની બચત થાય છે.તેવી જ રીતે જો તમે આવક-જાવકની ટોલ ટિકિટ લો છો તો તમારે 24 કલાકની અંદર પરત ફરો છો તો તમારે 215 રુપિયા ખર્ચ થાય છે. આ રીતે કુલ 21500 રુપિયા ખર્ચ થાય છે. જ્યારે ફાસ્ટેગના વાર્ષિક પાસ પર 3000નો ખર્ચ થાય છે. આ રીતે કોઈ કાર ચાલક પાસ સાથે 200 ટ્રિપ કરે તો ડબલ જર્ની ટોલની દ્રષ્ટીએ 18500 રુપિયાની બચત થઈ શકે છે.

Share This Article