ગુજરાતમાં મેઘરાજાની મહેર, છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસ્યો વરસાદ

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

ગુજરાતમાં મેઘરાજાની મહેર શરૂ થઈ ગઈ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘાની સવારી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ વળી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 30 તાલુકામાં 24 કલાકમાં 1થી 7 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. વલસાડના વાપીમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વલસાડના પારડીમાં સવા પાંચ, તો કપરાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી સિઝનનો 13 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદને પગલે અત્યારસુધી કુલ ચાર જિલ્લામાં 1060 લોકોનું સ્થળાંતર કરાયું છે જ્યારે 189 લોકોનું રેસ્ક્યુ કરાયુ છે.

Share This Article