Gram Panchayat Election : રાજ્યમાં 8240 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

આખરે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 2.5 વર્ષથી ખોરંભે પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર ડો.એસ.મુરલીકૃષ્ણ દ્વારા કરવામાં આવી. આ ચૂંટણીઓ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની વ્યવસ્થાને મજબૂત કરવા અને વહીવટદાર શાસનનો અંત લાવવા માટે મહત્વપૂર્ણ છે.

25 જૂને મત ગણતરી

રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે, જેમાંથી 4,688માં સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ, જ્યારે 3,638માં પેટાચૂંટણીઓ યોજાશે. આજથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર, 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. તો 9 જૂન સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે. 22 જૂને મતદાન થશે અને 25 જૂને મત ગણતરી કરવામાં આવશે.

Share This Article