અમદાવાદ : પાલતુ હિંસક ડોગ રાખવા હશે તો બંગલો હોવો ફરજિયાત રહેશે

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ રોટવિલર ડોગે ચાર મહીનાની બાળકી ઉપર હુમલો કરતા બાળકીનું મોત થયુ હતું.ત્યાર બાદ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. આ મામલે સરકાર સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવા ઉપરાંત પાલતુ શ્વાન માટે કડક નિયમો બનાવવા માટેનું દબાણ સર્જાયું હતું. જેના પગલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલતુ શ્વાન માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલતુ હિંસક ડોગ રાખવા હશે તો બંગલો હોવો ફરજિયાત રહેશે. શ્વાન માલિકોને AMC ડોગના વર્તન અને હાવભાવ તથા આદતો અંગે માહિતી આપશે. વેબિનારનું આયોજન કરીને ડોગને કઈ રીતે રાખવાનું આપશે માર્ગદર્શન આપવામાં આવશે.ડોગ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે 31મે રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 12 હજાર 500 ડોગનું થયું છે રજીસ્ટ્રેશન થયું છે. 31મે પછી રજીસ્ટ્રેશન કરાવશે તો લેટ પેમેન્ટ ચાર્જ ચુકવવો પડશે. લેબ્રાડોર અને જર્મન શેફર્ડ ડોગનું સૌથી વધારે રજીસ્ટ્રેશન થયું છે.

Share This Article