ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, જૂઓ વીડિયો

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

IPL 2025 ના રોમાંચ વચ્ચે, ક્રિકેટ જગતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ક્રિકેટના મેદાન પર ઘણીવાર ખેલાડીઓ વચ્ચે ઉગ્ર દલીલો જોવા મળે છે. ક્યારેક ઝઘડો એટલો ઉગ્ર બની જાય છે કે અમ્પાયર અને અન્ય ખેલાડીઓએ મામલો ઉકેલવા માટે દરમિયાનગીરી કરવી પડે છે.

https://x.com/Vaibhualt_17/status/1927646275476099186

ત્યારે બાંગ્લાદેશમાં એક એવી ઘટના બની છે જેમાં બે ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો. જેને જોઈને અમ્પાયરે મામલો શાંત કરવા વચ્ચે આવવું પડ્યું હતું. એવામાં હવે આ ઘટનાની વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની ઉભરતી ટીમ વચ્ચે ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચ દરમિયાન આ ઘટના બની હતી.

મેચના બીજા દિવસે, દક્ષિણ આફ્રિકાના ખેલાડી ત્શેપો ન્તુલી અને બાંગ્લાદેશના રિપન મંડલ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી ત્યારબાદ બંને ખેલાડીઓ એકબીજાને ધક્કો મારતા જોવા મળ્યા હતા અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બાંગ્લાદેશના રિપન મંડલે પણ બેટથી મારવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ અમ્પાયરે દરમિયાનગીરી કરી હતી અને મામલો શાંત પાડ્યો હતો.

Share This Article