WPL Mega Auction 2026: દીપ્તિ શર્મા પર થયો પૈસાનો વરસાદ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

મહિલા પ્રીમિયર લીગના પ્રથમ મેગા ઓક્શનનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. આ ઓક્શનમાં કુલ 67 ખેલાડીઓનું નસીબ ચમક્યું, જેમાં 23 વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. ખેલાડીઓ પર કુલ 40 કરોડ 8 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આ મેગા ઓક્શનમાં ભારતીની સ્ટાર ઓલરાઉન્ડર અને ICC વનડે મહિલા વિશ્વ કપની પ્લેટર ઓફ ધ ટૂર્નામેન્ટ દીપ્તિ શર્માએ મહિલા પ્રીમિયર લીગ 2026ની હરાજીમાં ઈતિહાસ રચી દીધો છે. હરાજીમાં તેમની બોલી રૂ.50 લાખની બેઝ પ્રાઈસથી વધીને રૂ.3.2 કરોડ થઈ હતી. યુપી વોરિયર્સે રાઈટ ટુ મેચ (RTM) કાર્ડનો ઉપયોગ કરીને દીપ્તિ શર્માને ટીમમાં સામેલ કરી લીધી.

સૌથી મોંઘી ભારતીય ખેલાડીઓના મામલામાં સ્મૃતિ મંધાના પ્રથમ સ્થાને છે. RCBએ સ્મૃતિ મંધાનાને પ્રથમ સિઝનમાં 3.4 કરોડ રૂપિયામાં ટીમમાં લીધી હતી.

Share This Article