ટ્રમ્પ સરકારે સ્ટુડન્ટ વિઝા ઈન્ટરવ્યૂ પર મૂક્યો પ્રતિબંધ, નિર્ણયથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહી છે. ત્યારે હવે ટ્રમ્પ સરકાર દ્વારા તાત્કાલિક અસરથી વિદ્યાર્થી (F), વ્યવસાયિક (M) અને એક્સચેન્જ વિઝિટર (J) વિઝા ઈન્ટરવ્યૂની નવી અપોઈન્ટમેન્ટ પર રોક લગાવવામાં આવી છે.

વાસ્તવમાં ટ્રમ્પ વહીવટીતંત્રે તમામ અમેરિકી દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સને સૂચના આપી છે કે, તેઓ હાલ માટે નવા વિદ્યાર્થી વિઝા ઇન્ટરવ્યુ ન લે. આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે, વહીવટીતંત્ર વિદેશી વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા ચેકિંગને ફરજિયાત બનાવવાનું વિચારી રહ્યું છે.

વિદેશમંત્રી માર્કો રુબિયોએ આ અંગે જણાવ્યું કે, સ્ટુડન્ટ વિઝા માટે નવા ઇન્ટરવ્યૂ શિડ્યૂલ ન કરે, કારણ કે ટ્રમ્પ સરકાર અમેરિકા આવતા વિદેશી વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની તપાસને વધુ કડક કરવા જઈ રહી છે.

પહેલેથી શિડ્યૂલ કરેલા ઇન્ટરવ્યૂ થશે

તેમણે વધુમાં કહ્યું- તાત્કાલિક અસરથી કોન્સ્યુલર વિભાગ આગળની માર્ગદર્શિકા જારી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થી અથવા એક્સચેન્જ વિઝિટર (F, M અને J) વિઝા માટે નવી એપોઈન્ટમેન્ટનીમંજૂરી ના આપે.જોકે પહેલેથી શિડ્યૂલ કરેલા ઇન્ટરવ્યૂ થઈ શકે છે, પરંતુ યાદીમાં નવી એપોઈન્ટમેન્ટ સામેલ કરવી નહીં.

Share This Article