IPL 2025માં લખનઉ સામે બેંગલુરુની ટીમનો 6 વિકેટથી વિજય

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

IPL 2025 ની છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં સ્થાન મેળવ્યું છે.આ મેચમાં ટોસ જીત્યા બાદ, RCB એ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સે પંતની અણનમ 118 રનની ઇનિંગના સહારે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. જોકે, પંત અને મિચેલ માર્શ સિવાય તમામ બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા.

જિતેશ શર્માની તોફાની ઈનિંગ

લખનઉએ આપેલા 227 રનના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી આ વિશાળ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. મેચમાં RCBના બેટર્સે લખનઉના બોલરોની ભારે ધોલાઇ કરી હતી. જિતેશ શર્માએ 33 બોલમાં અણનમ 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 30 બોલમાં 54 રન બનાવ્યા હતા. જ્યારે ફિલ સોલ્ટે 19 બોલમાં 30 રન અને મયંક અગ્રવાલે 23 બોલમાં અણનમ 41 રન બનાવી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Share This Article