ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 : સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવી ન્યુઝીલેન્ડ ફાઈનલમાં પહોંચ્યું

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ના ફાઈનલમાં પહોંચી ગઈ છે. બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને બહાર કરી દીધું છે.

ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડે 13મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો.ફિન એલને દક્ષિણ આફ્રિકા સામે માત્ર 33 બોલમાં સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

તેણે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી છે. સેફર્ટે પણ ફિફ્ટી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકા ફરી એકવાર ICC ટાઇટલના નોકઆઉટ તબક્કામાં પછડાયું છે. આ વિજય સાથે ન્યુઝીલેન્ડ 8 માર્ચે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ માટે ક્વોલિફાય થયું. તે ગુરુવારે એટલેકે આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઇનલના વિજેતા સામે ટકરાશે.

Share This Article