ગુજરાતી સિનેમાના ગૌરવપૂર્ણ ઇતિહાસમાં 28મી ફેબ્રુઆરીની સાંજ સુવર્ણ બની, જ્યારે Gujarati Iconic Film Awardsની 10મી વર્ષગાંઠ ભવ્યતા સાથે ઉજવાઈ. અમદાવાદના Narayani Heights ખાતે યોજાયેલા આ મહાસંમેલનમાં 7,000થી વધુ પ્રેક્ષકો હાજર રહ્યા.

દાયકાની આ ઉજવણી માત્ર એવોર્ડ નાઇટ નહીં, પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિકાસ અને સિદ્ધિઓનો ઉત્સવ હતી. GIFA એ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ આયોજનના ટાઈટલ સ્પોન્સર Nuvoco Vistas Corp Ltd હતા, સાથે Vasant Masala, Gujarat Tourism, Vraj Jewellers અને ઓફિશિયલ બ્રોડકાસ્ટ પાર્ટનર Colors Gujarati જોડાયા હતા.


મંચ પર Hitu Kanodia, Mona Kanodia, Mansi Parekh સહિતના કલાકારોએ પરફોર્મન્સ આપી રંગત જમાવી. 40થી વધુ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરીને કલાકારો અને ટેક્નિકલ ટીમની મહેનતને સન્માનિત કરવામાં આવી.

ધમાકેદાર રેડ કાર્પેટ, યાદગાર પરફોર્મન્સ અને ભાવુક ક્ષણો સાથે GIFA 2025 ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક ઐતિહાસિક માઈલસ્ટોન સાબિત થયું.
GIFA 2025 – સત્તાવાર વિજેતાઓની યાદી
મુખ્ય એવોર્ડ્સ
ફિલ્મ ઓફ ધ યર – (Laalo – Krishna Sada Sahaayate)
ડિરેક્ટર ઓફ ધ યર – રાહુલ ભોલે & વિનિત કનોજિયા (All The Best Pandya)
એક્ટર ઓફ ધ યર – મેલ – રૌનક કામદાર (Misari)
એક્ટર ઓફ ધ યર – ફીમેલ – માનસી પારેખ (Misari)
NUVOCO GIFA સ્ટાર ઓફ ધ યર – શ્રુહદ ગોસ્વામી (Laalo – Krishna Sada Sahaayate)
GIFA VASANT મસાલેદાર ફિલ્મ એવોર્ડ – Misari (VRAJ Films)
ડેબ્યુ એક્ટર – મેલ – કરણ જોશી (Laalo – Krishna Sada Sahaayate)
ડેબ્યુ એક્ટર – ફીમેલ – નીલા મુલ્હેરકર (Jai Mata Ji Let’s Rock)
ડેબ્યુ એક્ટર – ફીમેલ – હેલી શાહ (Surprise)
પરફોર્મન્સ એવોર્ડ્સ
નેગેટિવ રોલમાં શ્રેષ્ઠ અભિનેતા – અભિનય બેંકર (Bhram)
સપોર્ટિંગ એક્ટર – મેલ – આર્જવ ત્રિવેદી (Umbarro)
સપોર્ટિંગ એક્ટર – મેલ – ટીકુ તલસાણિયા (Misari)
સપોર્ટિંગ એક્ટર – ફીમેલ – વંદના પાઠક (All The Best Pandya)
કોમિક રોલ – સંજય ગલસર (Umbarro)
સંગીત અને ગાયક એવોર્ડ્સ
મ્યુઝિક ડિરેક્ટર ઓફ ધ યર – સ્મિત જય (Laalo – Krishna Sada Sahaayate)
બેકગ્રાઉન્ડ સ્કોર – વત્સલ ગોસ્વામી & કવન ભટ્ટ (Kaashi Raghav)
પ્લેબેક સિંગર – મેલ – કીર્તિદાન ગઢવી (Manorath Jeev – Laalo)
પ્લેબેક સિંગર – ફીમેલ – તૃપ્તિ ગઢવી (Marasiyu – Kundaalu)
પ્લેબેક સિંગર – ફીમેલ – એશ્વર્યા મજમુદાર (Kaan tari re – Laalo)
લિરિસિસ્ટ ઓફ ધ યર – પ્રેમ દવે (Manorath Jeev – Laalo)
સર્જનાત્મક અને ટેક્નિકલ એવોર્ડ્સ
એડિટર ઓફ ધ યર – ભાગ્યશ્રી ઠાકુર & વૃતાંત જગતાપ (Bhram)
આર્ટ ડિરેક્ટર ઓફ ધ યર – ચિન્મય નાયક (Dusshera)
એક્શન ડિરેક્ટર ઓફ ધ યર – દિલીપ યાદવ (Vikram No. 1)
કોસ્ટ્યુમ ડિઝાઈનર ઓફ ધ યર – પૌર્વી જોષી (Kaashi Raaghav)
સિનેમેટોગ્રાફર ઓફ ધ યર – પ્રતિક પરમાર (Kaashi Raaghav)
સ્ક્રીનપ્લે ઓફ ધ યર – અંકિત સખિયા, વિકી પૂર્ણિમા જોષી & કૃષાંશ વાજા (Laalo – Krishna Sada Sahaayate)
ડાયલોગ રાઇટર ઓફ ધ યર – પ્રેમ ગઢવી, નિકિતા શાહ & અદિતી વર્મા (All The Best Pandya)
સ્ટોરી રાઇટર ઓફ ધ યર – મનીષ સૈની & નિરેન ભટ્ટ (Jai Mata Ji Let’s Rock)
કોરિયોગ્રાફર ઓફ ધ યર – ધનંજય પવાર (Laalo – Krishna Sada Sahaayate)
જ્યુરી અને વિશેષ સન્માન
જીફા ગોલ્ડન એવોર્ડ – મિહિર ભુતા
જીફા ગોલ્ડન એવોર્ડ – તુષાર શુક્લા
જ્યુરી સ્પેશિયલ એક્ટર – મેલ – મિત્ર ગઢવી (Bhram)
જ્યુરી ક્રિટિક્સ એક્ટર – ફીમેલ – રીવા રાચ્છ (Laalo – Krishna Sada Sahaayate)
જ્યુરી ક્રિટિક્સ ડિરેક્ટર – અંકિત સખિયા (Laalo – Krishna Sada Sahaayate)
જ્યુરી ક્રિટિક્સ ફિલ્મ – Jay Mataji Let’s Rock
GIFA સ્પેશિયલ મેનશન એક્ટર – હિતુ કનોડિયા
GIFA સ્પેશિયલ મેનશન એક્ટ્રેસ – ભાવિની જાની
GIFA સ્પેશિયલ મેનશન સિંગર – રાકેશ બારોટ
GIFA સ્પેશિયલ મેનશન ડેબ્યુ એક્ટર – ભાવિન ભાનુશાલી (Jalso: A Family Invitation)
GIFA સ્પેશિયલ મેનશન (ફિલ્મ રિકગ્નિશન) – હેપ્પી ભાવસાર (Kundalu)

