રશ્મિકા મંદાના અને વિજયના લગ્નની તારીખ કન્ફર્મ થઈ ગઈ, જાણો ક્યાં યોજાશે ભવ્ય લગ્ન

Chintan Suthar

દક્ષિણ ભારતના લોકપ્રિય કલાકાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ઘણા સમયથી તેમના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે.ગયા વર્ષે તેમણે ગુપ્ત રીતે સગાઈ કરી હતી. જોકે બંનેમાંથી કોઈએ હજુ સુધી સત્તાવાર રીતે તેમની સગાઈની જાહેરાત કરી નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે આ કપલ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે. તેવામાં હવે સોશિયલ મીડિયામાં તેમના લગ્નનું કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે બંને 26 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.હાલમાં સોશિયલ મીડિયા પર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નનું કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે. કપલના નજીકના લોકોમાંથી કોઈએ લગ્નનું કાર્ડ લીક કરી દીધું છે.

વિજય દેવરકોંડાના લેટરહેડ પર આ લગ્નનં કાર્ડ છપાયું છે જે રેડિટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના નામથી જે કાર્ડ વાઈરલ થઈ રહ્યું છે તે મુજબ બંને 26 ફેબ્રુઆરીના રોજ એક ખાનગી સેરેમની યોજી લગ્નના બંધનમાં બંધાશે. તે બાદ 4 માર્ચનો રોજ કપલનું રિસેપ્શન ગોઠવવામાં આવશે. યુગલે લગ્ન કરવા માટે ઉદયપુરમાં એક હેરિટેજ પ્રોપર્ટીનું લોકેશન ફાઇનલ કર્યું છે. જો કે સંયમ ન્યુઝ આ વાયરલ થયેલા વેડિંગ કાર્ડ અસલી હોવાની પુષ્ટિ નથી કરતું.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *