ગુજરાતમાં આજથી રાઈટ ટુ એજ્યુકેશન (RTE) માં ફોર્મ ભરવાની શરૂઆત, કુલ 84000થી વધુ બેઠક

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા બેઠકોમાં વિના મૂલ્યે પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા આજ (ચાથી એપ્રિલ)થી શરૂ થઈ છે.

RTE હેઠળ ધો.1માં પ્રવેશ માટે આજથી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. 17 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. રાજ્યની 84 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ અપાશે. એડમિશન મેળવવા માંગતા વાલીઓ ખાસ ધ્યાન રાખે કે, 1 જૂન સુધીમાં 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ પ્રવેશ મળી શકશે. આ વર્ષે વાર્ષિક 6 લાખ આવક ધરાવતા વાલીઓ અરજી કરી શકશે.

આરટીઈ હેઠળ ગુજરાત સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે રાજ્યની 9709 ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા બેઠકો મુજબ 84,228 બેઠકો છે. જેમાં ગુજરાતી માધ્યમની 41411, અંગ્રેજી માધ્યમની 40262 અને હિન્દી માધ્યમની 2235 અને અન્ય માધ્યમની 320 બેઠકો છે.

સવાર-બપોર પાળીનો પણ વાલીને આ વર્ષે અલગથી વિકલ્પ મળશે. જેમાં વાલીની પસંદગી હશે પ્રવેશ ફાળવાયો હશે તેમાં જ સ્કૂલે પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. આરટીઈ હેઠળ કુલ 13 કેટેગરીના બાળકોને અગ્રતાક્રમમાં મેરિટ મુજબ પ્રવેશ અપાય છે.

વિદ્યાર્થીઓને https://rte.orpgujarat.com પોર્ટલ પર જઈન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Share This Article