સોલા સિવિલ ખાતે ‘મોબાઇલ બ્લડ કલેક્શન વાન’ અને ‘નિયોનેટલ વેન્ટિલેટર’નું લોકાર્પણ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) આજે અમદાવાદ (Ahmedabad) ની જનતાને આરોગ્ય ક્ષેત્રે એક મહત્વની ભેટ આપી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગૃહમંત્રી અમિત શાહે જનસેવા માટે અત્યાધુનિક મોબાઇલ બ્લડ કલેક્શન વાન અને નિયોનેટલ વેન્ટિલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોબાઇલ બ્લડ કલેક્શન વાનની આ સુવિધા કાર્યરત થવાથી અમદાવાદ અને આસપાસના વિસ્તારના દર્દીઓ માટે લોહીની ઉપલબ્ધતા વધુ સરળ બનશે.

આ મોબાઈલ બ્લડ કલેક્શન વાન અમિતભાઈ શાહની સાંસદ નિધિ (ગ્રાન્ટ) માંથી ફાળવવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલ, જે ઉત્તર અમદાવાદ અને હાઈવે પર થતા અકસ્માતના દર્દીઓ માટે જીવાદોરી સમાન છે, ત્યાં આ વાન આવવાથી આરોગ્ય સેવાઓને એક નવો વેગ મળશે. આ વાન માત્ર એક વાહન નથી, પરંતુ ચાલતી-ફરતી બ્લડ બેંક છે જે રક્તદાન પ્રક્રિયાને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવશે.

આ લોકાર્પણ પ્રસંગે સોલા સિવિલના ડીન, સુપરિન્ટેન્ડન્ટ, તબીબી અધિકારીઓ તેમજ ભાજપના ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર, આ વાનથી રક્તદાનની માત્રામાં મોટો ઉછાળો આવશે, જેનાથી ‘બ્લડ શોર્ટેજ’ની સમસ્યા નિવારી શકાશે.

Share This Article