કોંગ્રેસે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચા વેચતો એક AI જનરેટેડ વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં PMને ચાવાળા તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમના હાથમાં ચાની કીટલી છે. બીજા હાથમાં ગ્લાસ છે. કોંગ્રેસે પીએમ મોદીનો એક AI વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા જ દેશના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. આ વીડિયો કોંગ્રેસના નેતા રાગિણી નાયકના X હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો વાઇરલ થતાં જ ભાજપે તેના પર સખત વાંધો ઉઠાવ્યો છે અને વડાપ્રધાનની ગરિમાનું અપમાન ગણાવ્યું છે.
https://x.com/NayakRagini/status/1995952364214513717?s=20
આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસ દ્વારા PMનો AI વીડિયો શેર કરવામાં આવ્યો હોય. આ પહેલા 12 સપ્ટેમ્બરે બિહાર કોંગ્રેસે X પર PM મોદી અને તેમની માતાનો એક AI જનરેટેડ વીડિયો પોસ્ટ કર્યો હતો.
