દુબઈ એરપોર્ટ પર ઈરાની ડ્રોનનો હુમલો, 19 ભારતીયોની આ કારણસર કરાઈ ધરપકડ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધનો આજે 17મો દિવસ છે. ઈરાની ડ્રોન હુમલાને કારણે દુબઈ એરપોર્ટ પર આગ લાગી હતી. ઈરાનના આ હુમલા બાદ યુદ્ધ હવે વધુ ભીષણ બને તેવી શક્યતા દેખાઈ રહી છે. મળતી માહિતી મુજબ, ઈરાને ફરી એક વખત દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આના કારણે યુદ્ધ વધારે ઉગ્ર બની રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈરાની ડ્રોન દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ફયૂલ ટેન્ક સાથે અથડાયું હતું. જેના કારણે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. હુમલાની જાણ થતાની સાથે જ દુબઈની સુરક્ષા ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે, આ હુમલામાં કે આગની ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર પ્રકાશમાં આવ્યાં નથી. દુબઈ સુરક્ષા તંત્ર દ્વારા આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો અને બચાવકાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

બીજીબાજુ આ ખોટી અફવા ફેલાવવાના આરોપમાં 19 ભારતીયોની અટકાયત કરવામાં આવી છે. પ્રાદેશિક તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર ભ્રામક અને બનાવટી વિડિયો ક્લિપ્સ શેર કરવાના આરોપમાં 19 ભારતીય નાગરિકો સહિત 35 લોકોની ધરપકડના આદેશ આપવામાં આવ્યા છે.

Share This Article