શ્રદ્ધા કપૂર રાહુલ મોદી સાથે લગ્ન કરશે કે નહીં? પરિવારનું મૌન

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર છેલ્લા ઘણા સમયથી લેખક રાહુલ મોદીને ડેટ કરી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. બંને ઘણી વખત સાથે પણ જોવા મળ્યા છે. ત્યારે બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા પોતાની લગ્નને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી છે. લાંબા સમયથી તેમનું નામ લેખક અને ફિલ્મકાર રાહુલ મોદી સાથે જોડાઈ રહ્યું છે. બંનેના સંબંધોને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધતી જાય છે અને હવે તેમના લગ્ન વિશે પણ ચર્ચા જોર પકડી રહી છે.

અભિનેત્રીની માસી અને જાણીતી અભિનેત્રી તેજસ્વિની કોલ્હાપુરેએ આ બાબતે પ્રતિક્રિયા આપી છે.તાજેતરમાં જ્યારે તેજસ્વિની કોલ્હાપુરેને શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીના લગ્ન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેજસ્વિનીએ હસતા હસતા કહ્યું, “ખરેખર? મને આ વિશે કંઈ જ ખબર નથી. મને ખ્યાલ નથી કે આ વાતો ક્યાંથી આવી રહી છે.” તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પરિવાર અત્યારે લગ્નની કોઈ ઉતાવળમાં નથી અથવા તો આ બાબતને ખાનગી રાખવા માંગે છે.

તેજસ્વીની કોલ્હાપૂરેએ શ્રદ્ધાની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓએ પોતાના પરિવારનું નામ ખૂબ ગૌરવ સાથે આગળ વધાર્યું છે. તેમણે જણાવ્યું કે શ્રદ્ધાની સાદગી અને કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમને ગર્વ અનુભવે છે.

શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી વચ્ચે ૨૦૨૪થી સંબંધ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. બંનેને અનેક વખત સાથે જોવામાં આવ્યા છે, જેમ કે ડિનર અને પ્રવાસ દરમિયાન. તેમ છતાં, બંનેમાંથી કોઈએ પણ સત્તાવાર રીતે પોતાના સંબંધની પુષ્ટિ કરી નથી.

Share This Article