દિતવાહ વાવાઝોડાની અસર: ચેન્નાઈમાં તોફાની પવન સાથે વરસાદ, 3 રાજ્યોમાં એલર્ટ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં ભારે તબાહી મચાવ્યા બાદ હવે ભારત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. ચક્રવાત તામિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આવી રહ્યું છે. જેના પગલે આ ત્રણેય રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં ઉઠેલું દિતવાહ વાવાઝોડું શનિવારે શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યા પછી તમિલનાડુના દરિયા કિનારે રવિવારની વહેલી સવારે ત્રાટક્યું હતું. વાવાઝોડાની અસરના  પગલે 50થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.

શ્રીલંકામાં દિતવાહ ચક્રવાતના કારણે પૂર અને ભૂસ્ખલનથી 150થી વધુ લોકોનાં મોત થયા હતા. આ વાવાઝોડું ભારત પર ત્રાટકે તે પહેલાં તેની અસર હેઠળ તમિલનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને તીવ્ર ગતિએ પવન ફૂંકાયો હતો.

ચક્રવાત દિતવાહ નામ કેવી રીતે પડ્યું?
હવે ચક્રવાત દિતવાહના નામની વાત કરીએ તો તેનો અર્થ થાય છે ‘લૈગૂન’. આ નામ યમન દ્વારા ચક્રવાત નામકરણ પ્રણાલી હેઠળ સૂચવવામાં આવ્યું હતું. આ નામ યમનના સોકોત્રા ટાપુ પર સ્થિત ડેટવા લૈગૂન પરથી ઉતરી આવ્યું છે. આ સ્થળ તેની દુર્લભ અને આકર્ષક દરિયાકાંઠાની ઇકોસિસ્ટમ માટે જાણીતું છે.

Share This Article