રોહિત અને વિરાટ 2027 ODI વર્લ્ડ કપમાં રમશે કે નહીં? BCCI એ બોલાવી બેઠક

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી 30 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. આ ટીમ ઈન્ડિયાની 2025 સુધીની છેલ્લી ODI શ્રેણી હશે. દરમિયાન, એવા અહેવાલો છે કે, BCCI રોહિત શર્મા અને વિરાટ કોહલીના ODI ભવિષ્ય અને 2027 ODI વર્લ્ડ કપમાં તેમની ભાગીદારી અંગે ચર્ચા કરવા માટે એક બેઠક યોજવાની તૈયારી કરી રહ્યું છે.

સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝ બાદ હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે બેઠક કરે તેવી શક્યતા છે.મીડિયા અહેવાલ અનુસાર સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝ બાદ અમદાવાદમાં BCCI બેઠક કરશે.

બંને દિગ્ગજ બેટ્સમેનોને તેમની મેચ ફિટનેસ અને ફોર્મ જાળવી રાખવા માટે વધુ સ્થાનિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને હવે ફક્ત વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સામેલ છે.

Share This Article