એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી, જાણો શું છે કારણ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

વિશ્વભરમાં ઘણી ફ્લાઇટ્સ વિલંબનો સામનો કરી રહી છે, અને કેટલીક રદ પણ થઈ શકે છે. વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતા એરબસ A320 ફેમિલીના વિમાનોમાં સોલર રેડિયેશન(સૌર કિરણોત્સર્ગ)ને કારણે ફ્લાઇટ કંટ્રોલ ડેટા કરપ્ટ થવાનો ગંભીર ખતરો સામે આવ્યો છે. તાજેતરમાં બનેલી એક ઘટના બાદ એરબસે તેના લગભગ 6,000 વિમાનો માટે તાત્કાલિક સોફ્ટવેર અને હાર્ડવેર અપડેટ્સનો આદેશ જાહેર કર્યો છે. આની સીધી અસર ઇન્ડિગો અને એર ઇન્ડિયા સહિત દુનિયાભરની અનેક એરલાઇન્સ પર પડી છે. યુરોપિયન વિમાન ઉત્પાદક એરબસે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેના ઘણા A320 ફેમિલી એરક્રાફ્ટમાં તાત્કાલિક સોફ્ટવેર ફેરફારોની જરૂર પડશે, અને કેટલાક કિસ્સાઓમાં, હાર્ડવેરને પણ બદલવાની જરૂર પડશે.

https://x.com/IndiGo6E/status/1994507979052519782?s=20

ભારતીય એરલાઇન્સમાં, ઇન્ડિગો એ ‘x’ પર નિવેદન આપતાં કહ્યું કે, ‘તેઓ એરબસની ટેક્નિકલ એડવાઇઝરીને ધ્યાનમાં લઈને ફરજિયાત અપડેટ્સ પ્રોએક્ટિવલી પૂરા કરી રહ્યા છે. આને કારણે અમુક ફ્લાઈટના શેડ્યૂલમાં ફેરફાર શક્ય છે અને મુસાફરોને એરપોર્ટ જતાં પહેલાં ફ્લાઇટનું સ્ટેટસ તપાસવા સલાહ આપવામાં આવી છે.

https://x.com/airindia/status/1994484562437836873?s=20

બીજી તરફ, એર ઇન્ડિયાએ પણ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે સોફ્ટવેર/હાર્ડવેર રિઅલાઇનમેન્ટને કારણે કેટલાક વિમાનોનો ટર્નઅરાઉન્ડ ટાઇમ વધશે અને શેડ્યૂલ્ડ સેવાઓ પ્રભાવિત થશે. મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉડાનનું સ્ટેટસ તપાસે. કોઈ પણ મદદ માટે 011-69329333, 011-69329999 પર કોલ કરો. મુસાફરોને થતી અસુવિધા બદલ અમને ખેદ છે.

Share This Article