અમદાવાદીઓ માટે આનંદના સમાચાર, ટૂંક સમયમાં વસ્ત્રાપુર તળાવનું થશે ઉદ્ઘાટન

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અમદાવાદ શહેરના રહેવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. 10 કરોડ રૂપિયાના ખર્ચે વસ્ત્રાપુર તળાવનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે અને આ કામ હવે પૂર્ણ થયું છે. ત્યારે વસ્ત્રાપુર તળાવનું રિનોવેશન પૂર્ણ થવાની સાથે જ ટૂંક સમયમાં તેનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ અંગે AMC રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી દ્વારા માહિતી આપવામાં આવી છે.

નવીનીકરણનું કાર્ય આખરે દોઢ વર્ષની લાંબી કામગીરી બાદ પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટૂંક સમયમાં જ આ તળાવનું ઉદ્ઘાટન કરીને તેને શહેરીજનો માટે ખુલ્લું મૂકશે. જોકે, આ તળાવમાં પ્રવેશ માટે હવે રુપિયા 10ની ફી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વસ્ત્રાપુર તળાવ અગાઉ ઉંદરો દ્વારા કોતરી ખાવાના કારણે નુકસાન પામ્યું હતું, જેને કારણે AMC દ્વારા લગભગ દોઢ વર્ષ સુધી રૂપિયા 10 કરોડના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. તળાવમાં પ્રવેશ માટે રૂપિયા 10ની ફી નક્કી કરવામાં આવી છે, પરંતુ સવારે મોર્નિંગ વોક માટે આવતા શહેરીજનો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. નવીનીકરણ બાદ વસ્ત્રાપુર તળાવ હવે વધુ આકર્ષક અને સુવિધાયુક્ત બન્યું છે, જે ટૂંક સમયમાં જ શહેરીજનો માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર બનશે.

Share This Article