આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો છે? તો હવે ઘરેબેઠા જ થઈ જશે

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેન્જ કરવાનું હવે સહેલું થઈ રહ્યું છે. અત્યાર સુધી લોકોને મોબાઈલ નંબર બદલાવવા માટે સેન્ટર પર જવું પડતું હતું. જોકે હવે યુઝર્સ તેમની આધાર ઍપ્લિકેશન પરથી જ એને બદલી શકશે.

આધારને નિયંત્રિત કરતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ નવી ડિજિટલ સેવાની જાહેરાત કરી છે.
આ રીતે કરી શકાશે મોબાઈલ નંબર અપડેટ

સૌ પ્રથમ યુઝર્સે આધાર એપ ડાઉનલોડ કરવી પડશે.

  • અહીં યુઝર્સે પોતાનો આધાર નંબર અને નવો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે.
  • OTP વેરિફિકેશન થશે, જે જૂના અથવા નવા નંબર પર મોકલવામાં આવશે.
  • આ પછી સ્માર્ટફોન કેમેરાથી ફેસ ઓથેન્ટિકેશન પૂર્ણ કરવું પડશે.
  • ₹50નું પેમેન્ટ કર્યા પછી ફોર્મ સબમિટ કરવું પડશે. બાયોમેટ્રિક અપડેટ સાથે આ મફત રહેશે.
  • અપડેટ સ્ટેટસ ચેક કરવા માટે URN નંબરથી UIDAI વેબસાઇટ પર જોઈ શકાશે, જે 2-4 અઠવાડિયામાં રિફ્લેક્ટ થઈ જશે.
Share This Article