ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર: હવે આ ટૂર્નામેન્ટમાં રમશે વિરાટ કોહલી

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

દેશભરના ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ઘરેલુ ક્રિકેટમાં રમવા માટે તૈયાર થઇ ગયો છે.વિરાટ કોહલી 15 વર્ષ પછી ઘરેલુ વિજય હજારે ટ્રોફીમાં રમશે. તેણે ફોન પર DDCAને તેની જાણકારી આપી અને બોર્ડે તેની પુષ્ટિ કરી છે.

કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં છેલ્લી મેચ ફેબ્રુઆરી 2010માં સર્વિસિસ સામે રમી હતી.37 વર્ષીય વિરાટ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે અને ટી20Iને 2024 વર્લ્ડ કપ જીત્યા પછી અલવિદા કહી દીધું હતું. હવે તેઓ માત્ર વન-ડે ફોર્મેટમાં ભારત માટે રમે છે. ઘરેલુ ક્રિકેટમાં રમવાનો તેમનો નિર્ણય – ફોર્મને શાર્પ રાખવા, ફિટનેસને મેચ-રેડી જાળવી રાખવા અને યુવા ખેલાડીઓમાં આત્મવિશ્વાસ ભરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Share This Article