દિગગજ એક્ટર ધર્મેંન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, પરિવાર ઘરે જ રાખશે સારસંભાળ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

પીઢ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) ને આજે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને 31 ઓક્ટોબરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે પીઢ અભિનેતા ધર્મેન્દ્રને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ડોક્ટરોનું કહેવું છે કે તેમની સારવાર ઘરે જ ચાલુ રહેશે. પરિવાર ઇચ્છતો હતો કે ઘરેથી તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી શકાય, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો. બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉ. પ્રતીત સમદાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, ” ધર્મેન્દ્રજીને સવારે 7.30 વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરિવારે તેમની સારવાર ઘરે જ કરવાનો નિર્ણય લીધો હોવાથી તેમની ઘરે જ સારવાર કરવામાં આવશે.ડોકટરોની એક ટીમ સમયાંતરે ઘરે તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરતી રહેશે.”

Share This Article