દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલ કાર બ્લાસ્ટનો મામલો, I20 કાર ડો.ઉમર મોહમ્મદ ચલાવી રહ્યો હતો

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે 10 નવેમ્બર 2025ના રોજ સાંજે લગભગ 6.52 કલાકે એક સફેદ હુન્ડાઈ i20 કારમાં જોરદાર ધડાકો થયો જેમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. સોમવારે સાંજે 6:52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક ચાલતી કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. જે સફેદ i20 કારમાં વિસ્ફોટ થયો હતો તેના CCTV ફૂટેજ મંગળવારે સામે આવ્યા હતા.

https://x.com/himachalkesari/status/1988144080090763600?s=20

કાર ફરીદાબાદથી દિલ્હી પહોંચી હતી અને સુનહરી મસ્જિદ પાસે 3 કલાક સુધી પાર્ક રહી હતી. વિસ્ફોટ પહેલાના સીસીટીવી ફૂટેજમાં કારમાં એક વ્યક્તિ કાળા માસ્કમાં જોવા મળ્યો જે સંદિગ્ધ રીતે ડો. ઉમર મોહમ્મદ હોવાનું કહેવાય છે. તેની ઓળખ પુલવામાના રહેવાસી ડૉ. મોહમ્મદ ઉમર નબી તરીકે થઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડૉ. ઉમરે વિસ્ફોટકો સાથે પોતાને ઉડાવી દીધો હતો. કાશ્મીર પોલીસે DNA ટેસ્ટિંગ માટે પુલવામામાં તેની માતા અને બે ભાઈઓની અટકાયત કરી હતી.

Share This Article