દિલ્હી બાદ હવે શ્રીનગર પોલીસ સ્ટેશનમાં મોટો બ્લાસ્ટ, ઇન્સ્પેક્ટર સહિત 10 ના મોત

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલ બ્લાસ્ટની ઘટનાની તપાસ હજી ચાલુ છે, તેવામાં શ્રીનગરમાં પણ બ્લાસ્ટની ઘટના સામે આવી છે, જેને લઈ હડકમ્પ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાંથી શુક્રવારની અર્ધરાત્રે એક ભયાનક વિસ્ફોટની ઘટના સામે આવી છે. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં ક્ષણભર માટે અફરાતફરી મચી ગઈ હતી.

https://x.com/NarulaPriyam/status/1989418859124986199?s=20

અધિકારીઓના જણાવ્યા મુજબ, ફરીદાબાદમાંથી જપ્ત કરાયેલા મોટા પ્રમાણના વિસ્ફોટકના નમૂના તપાસવાની પ્રક્રિયા દરમિયાન અચાનક થયેલા આ વિસ્ફોટમાં ઈન્સપેક્ટર સહિત 10 લોકોના મોત થયા છે અને 27 ઘાયલો હોસ્પિટલમાં જીવન માટે ઝઝૂમી રહ્યા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. એવી શંકા છે કે પોલીસ સ્ટેશનની અંદર સંગ્રહિત આશરે 360 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટક સામગ્રી મેજિસ્ટ્રેટની હાજરીમાં સીલ કરવામાં આવી રહી હતી ત્યારે વિસ્ફોટ થયો હતો.જોકે તપાસ એજન્સીઓ હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે.

Share This Article