ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમેરિકાની ધમકી, ઈરાન શાંતિ નહીં સ્થાપે તો અમે હવે…

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

હવે અમેરિકાની પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એન્ટ્રી થઇ ગઇ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમારી વાયુસેનાએ ઈરાનના ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્ફહાન પરમાણુ મથકો પર સફળતાપૂર્વક હુમલો કર્યો છે. આ હુમલો કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાને સંબોધી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ફાઇટર વિમાનોએ મુખ્ય લક્ષ્ય સાથે ફોર્ડો પર બોમ્બમારો કર્યો અને હવે બધા વિમાનો સુરક્ષિત રીતે પાછા ફર્યા છે.

https://x.com/ANI/status/1936608988277141537

તેમણે તેને અમેરિકાની લશ્કરી શક્તિનું ઉદાહરણ ગણાવ્યું અને કહ્યું કે હવે શાંતિનો સમય છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ઈઝરાયલ માટે ચિંતાનો વિષય છે.તેમણે ઈરાનને શાંતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી પણ ચેતવણી પણ આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતુ કે “જો ઈરાન શાંતિનો માર્ગ પસંદ નહીં કરે, તો અમેરિકાની આગામી કાર્યવાહી આના કરતાં ઘણી વધુ ગંભીર અને મોટી હશે.”

Share This Article