33 બોલમાં સદી : ભારતને મળ્યો વિસ્ફોટક બેટ્સમેન, વૈભવ સુર્યવંશીને પણ પાછળ છોડ્યો

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન, એક ભારતીય બેટ્સમેને 33 બોલમાં સદી ફટકારીને હંગામો મચાવ્યો છે. વાસ્તવમાં, આ બેટ્સમેને મધ્યપ્રદેશ ટી20 લીગ 2025 ની 18મી મેચમાં આ તોફાની સદી ફટકારી હતી. આ સાથે તેણે વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2025માં ફટકારેલી 35 બોલની સદીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. મધ્યપ્રદેશ લીગમાં અભિષેક પાઠકે વૈભવ કરતા ઝડપી સદી ફટકારી હતી, તેણે ફક્ત 33 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. પાઠકે આ વિસ્ફોટક ઇનિંગમાં ફક્ત છગ્ગાથી 90 રન બનાવ્યા હતાઅભિષેક ત્રિપાઠીએ 48 બોલમાં 133 રનની ઈનિંગ રમી હતી, આ દરમિયાન તેને 15 સિક્સર અને 7 ફોર ફટકારી હતી.

મેચ પછી અભિષેકે કહ્યું કે, “મેં ૧૩ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. મેં U16, U19 અને U23 માં મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હું સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ રમી ચુક્યો છું, આ સફર અદ્ભુત રહી છે. ગયા વર્ષે પણ મેં MPL માં સારું પ્રદર્શન કર્યું હતું, સાથે જ તેણે કહ્યું કે હું ફક્ત સારું પ્રદર્શન કરવા અને વધુ રન બનાવવા વિશે વિચારું છું. હું સૂર્યકુમાર યાદવની જેમ સુસંગતતા શીખવા માંગુ છું, જેના પર હું કામ કરી રહ્યો છું.”

Share This Article