ઈશાન કિશને ભારતીય ટીમમાં સ્થાન ન મળતા લીધો મોટો નિર્ણય

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલો વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન એક વિદેશી ટીમમાં જોડાયો છે. ઇશાન કિશને કાઉન્ટી ચેમ્પિયનશિપની બે મેચ માટે નોટિંગહામશાયર ક્રિકેટ ક્લબ સાથે કરાર કર્યો છે.
મળતી માહિતી મુજબ, ભારતના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો નથી. તેણે ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2023માં રમી હતી. તાજેતરમાં જ તેને ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ઈન્ડિયા A ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ઈશાનને આ શ્રેણીમાં પણ રમવાની તક મળી ન હતી. આવી સ્થિતિમાં, ઈશાન કિશને તેના ભવિષ્યને જોતા એક મોટો નિર્ણય લીધો છે.

ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમશે ઈશાન

ઈશાન કિશન ટૂંક સમયમાં નવી ટીમ માટે રમતો જોવા મળશે. ઈશાન કિશને ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પોતાની પ્રતિભા દર્શાવવા માટે નોટિંગહામશાયર સાથે ટૂંકા ગાળાનો કરાર કર્યો છે. આ કરાર બે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ માટે છે, જેમાં તે દક્ષિણ આફ્રિકાના કાયલ વેરિનની જગ્યાએ રમશે, જે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ શ્રેણી માટે રાષ્ટ્રીય ફરજ પર હશે. 26 વર્ષીય ઈશાન પહેલીવાર ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમશે.

Share This Article