અમદાવાદના સ્ટાર્ટઅપ Viru Appએ અનોખી AI સેવા Talk2Hanumanji લોન્ચ કરી છે. કંપનીના જણાવ્યા મુજબ હવે લોકો 24 કલાક, 21 ભાષાઓમાં અવાજ અથવા ચેટ દ્વારા હનુમાનજી સાથે વાતચીત કરી શકશે.

આ લોન્ચ એવા સમયે થયું છે જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એકલતાને વૈશ્વિક સંકટ જાહેર કરી ચૂકી છે — દુનિયામાં દર છ વ્યક્તિએ એક વ્યક્તિ એકલતા અનુભવે છે.
Talk2Hanumanjiમાં વિશ્વના સૌથી અદ્યતન AI મોડેલ્સ સાથે કંપનીનું પોતાનું બનાવેલું જ્યોતિષ અને અંકશાસ્ત્ર એન્જિન જોડાયેલું છે, જે કંપનીના જણાવ્યા પ્રમાણે વપરાશકર્તાની મન:સ્થિતિ અને જીવનની વર્તમાન પરિસ્થિતિ 95%થી વધુ ચોકસાઈથી વાંચી લે છે.
આપને જણાવી દઇએ કે, આ એપ પાછળ એવા સ્થાપક છે જે દરરોજ સેવા માટે ઓળખાય છે. નીરજ કંજાની Langar on Wheels Foundation પણ ચલાવે છે, જે 19 માર્ચ 2023થી દરરોજ 200–250 જરૂરિયાતમંદોને ગરમ ભોજન પીરસે છે
