પેટ્રોલ-ડીઝલના કિમતમાં ફરી એકવાર વધારો, 5 દિવસમાં બીજી વખત વધ્યા ભાવ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક બજારમાં ઉથલપાથલની સીધી અસર હવે ભારતમાં વાહનચાલકોના ખિસ્સા પર દેખાવા લાગી છે. ત્યારે સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. આજે મંગળવારે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આશરે 90 પૈસા સુધીનો વધારો કર્યો છે. એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઇંધણના ભાવમાં આ બીજો વધારો છે.

આ પહેલા ગત 15 મે, શુક્રવારે જ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં પણ પેટ્રોલ 98.64 રૂપિયા અને ડીઝલ 91.58 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલનો ભાવ – આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 98.30 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ગાંધીનગરમાં 98.65 રૂપિયા, રાજકોટમાં 98.82 રૂપિયા પ્રતિ લિટર ભાવ થયો છે.

Share This Article