Dream Foundation કરશે 11 પ્રેરણાદાયી મહિલાઓનું સન્માન, 5 એપ્રિલ રવિવારે યોજાશે કાર્યક્રમ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અમદાવાદ શહેરની જમીની સ્તર પર કાર્ય કરતી જૂજ સામાજિક સંસ્થાઓ પૈકીની એક ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને શક્તિ એવોર્ડ એનાયત કરી સમ્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ્સ એવી મહિલાઓને એનાયત કરવામાં આવશે, જેઓએ પોત-પોતાના ક્ષેત્રમાં મક્કમતા સાથે આગળ વધી પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ડ્રીમ ફાઉન્ડેશનની સ્થાપનાને બે વર્ષ પૂર્ણ થવાના અવસરે શક્તિ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને સંસ્થા સાથે જોડાયેલા વોલેન્ટીયર્સ, દાતાઓ અને શુભચિંતકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

 

5મી એપ્રિલ, 2026ને રવિવારના રોજ આયોજિત થવા જઈ રહેલા શક્તિ એવોર્ડની પ્રથમ આવૃત્તિ વિશે જણાવતા ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ જે. શાહે જણાવ્યું કે એવોર્ડની પ્રથમ આવૃત્તિને જે પ્રતિસાદ સાંપડ્યો છે તેણે સંસ્થા સાથે સંકળાયેલા તમામને પ્રોત્સાહક બળ પૂરૂં પાડ્યું છે. આ વર્ષે અમે પોતાના ક્ષેત્રમાં અગ્રણી 11 મહિલાઓને શક્તિ એવોર્ડ્સ 2026થી સમ્માનિત કરવા જઈ રહ્યાં છીએ. આ એવી મહિલાઓ છે જેઓની સાફલ્ય ગાથા અન્ય મહત્વાકાંક્ષી મહિલાઓ માટે પ્રોત્સાહક સાબિત થશે. શક્તિ એવોર્ડ 5 એપ્રિલ 2026ને રવિવારે સાંજે 5 કલાકે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાશે.

Share This Article