પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક, હુમલામાં 19 લોકોના મોત

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

પાકિસ્તાન એરફોર્સે અફઘાનિસ્તાનમાં મોડી રાત્રે એરસ્ટ્રાઈક કરતા સમગ્ર દુનિયામાં હડકમ્પ મચી ગયો છે.પાકિસ્તાની સેનાએઅફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા. અલ-જઝીરા અનુસાર, સેનાએ દાવો કર્યો કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા સાત કેમ્પ અને ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.પાકિસ્તાન સરકારે તેને તાજેતરના આત્મઘાતી હુમલાઓ પછીનો વળતો હુમલો ગણાવ્યો. સૂચના અને પ્રસારણ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું કે આ ઇન્ટેલિજન્સ આધારિત ઓપરેશન હતું.

અફઘાન સરકારના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે X પર પોસ્ટ કરતા લખ્યુ કે, પાકિસ્તાને નંગરહાર અને પક્તિકા પ્રાંતમાં સામાન્ય નાગરિકો પર બોમ્બમારો કર્યો છે જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે.

અમેરિકી માનવાધિકાર સંગઠન ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન (IHRF) અનુસાર, આમાં 16 લોકોના મોત થયા છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. જોકે, આંકડાઓની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.

Share This Article