અમદાવાદના બે સ્પામાં પોલીસની રેડ, ચાલતો હતો ગંદો ખેલ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અમદાવાદમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર પર પોલીસ ફરી એકવાર એક્શનમાં જોવા મળી છે. સ્પાની આડમાં ચાલી રહેલ ગંદા ખેલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધા પર રેડ પાડી છે. પોલીસે ઈસ્કોન-આંબલી રોડ પર આવેલા ધી ઝીરો સ્પામાં અને આંબાવાડી વિસ્તારમાં લેમન આયુર્વેદિક સ્પામાં બાતમીને આધારે રેડ કરી હતી. પોલીસે ધી ઝીરો સ્પામાંથી સંચાલિકા મહિલા અને મેજેનરની ધરપકડ કરી છે. તો લેમન આયુર્વેદિક સ્પાનો સંચાલક રેડ પહેલાં જ ફરાર થઈ જતાં તેની શોધવા તપાસ હાથ ધરી છે.

Share This Article