IND vs SA: ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતની સૌથી શરમજનક હાર

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ટેમ્બા બાવુમાના નેતૃત્વ હેઠળ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન સાઉથ આફ્રિકાએ ભારત આવીને ઇતિહાસ રચ્યો છે. છેલ્લા 24 વર્ષથી ભારતમાં ટેસ્ટ સીરિઝ જીતવાની રાહ જોતી સાઉથ આફ્રિકાની ટીમને અંતે સફળતા મળી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.

આજે મેચનો છેલ્લો દિવસ હતો ત્યારે ભારત સામે 549 રનનું લક્ષ્ય હતું. જેને ચેઝ કરવામાં જ ટીમ ઈન્ડિયાનો ધબડકો થઇ ગયો હતો. 5મા દિવસની રમતની શરૂઆત થતાં જ ઉપરા છાપરી વિકેટો પડી જતાં ટીમ ઈન્ડિયા ધરાશાયી થઈ ગઇ હતી અને 140 રનમાં જ ઓલઆઉટ થઈ જતાં 408 રને હાર સાથે શ્રેણી પણ ગુમાવી દીધી હતી, આ સાથે તેમણે 2 મેચની ટેસ્ટ સીરિઝમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું છે. આ ભારતની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી હાર છે. જ્યારે સાઉથ આફ્રિકાએ 2000 બાદ પહેલી વખત ભારતમાં ટેસ્ટ સીરિઝ જીતી છે.

Share This Article