હવે નકલી પનીર-ઘી કે અન્ય ખાદ્યસામગ્રી વેચનારાઓ સાવધાન, સુરતમાં ડેરી માલિકની ધરપકડ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

સુરતની નામાંકિત સુરભી ડેરીના પનીરના નમૂના ફેલ થતાં ડેરી સંચાલક વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી લેવામાં આવેલી પનીરના નમૂનાઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં સબ-સ્ટાન્ડર્ડ અને નકલી હોવાનું બહાર આવતા સમગ્ર ડેરી વ્યવસાયમાં હલચલ મચી ગઈ છે.

સુરભી ડેરીનું પનીર નકલી હોવાનો રિપોર્ટ ખુલાસો થતાની સાથે જ એક સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. ફૂડ વિભાગે લીધેલા નમૂના ફેઈલ જતા કાર્યવાહી કરવામાં આવી છે. નકલી પનીર હોવાનો ખુલાસો થતા જ ડેરીના સંચાલક પર ગુનો દાખલ કરી 1ની ધરપકડ કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ,લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો એટલે કે નકલી પનીર હોવાનો રિપોર્ટ સામે આવતા જ અન્ય એક સંચાલક ફરાર થયો છે. જેને દબોચવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share This Article