2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાશે

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદને મળી છે. બીજી વખત ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ પહેલા 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મળેલી જનરલ એસેમ્બલીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદની યજમાનીની સત્તાવાર જાહેરાત થઈ હતી.

અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું ગૌરવ મેળવશે. કોમનવેલ્થ ગેમ્સની એક્ઝીક્યુટિવ બોર્ડ દ્વારા અમદાવાદને યજમાની આપવાની ભલામણ માટેના અનેક કારણો આપ્યા હતા. સમિતિએ વિવિધ માપદંડોના આધારે ઉમેદવાર શહેરોનું મૂલ્યાંકન કર્યું હતું. આ મૂલ્યાંકનમાં ટેકનિકલ વ્યવસ્થા, ખેલાડીઓનો અનુભવ, માળખાગત સુવિધાઓ, તંત્ર અને કોમનવેલ્થ ગેમ્સ વચ્ચેના સંબંધોના આધારે આ નિર્ણય લેવાયો હતો.

Share This Article