ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી ફરી ચેતવણી, જુઓ શું કહ્યું

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ઈઝરાયલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન અમેરિકા દ્વારા ઈરાનના ત્રણ પરમાણુ પ્રશિક્ષણ કેન્દ્રો પર હુમલા કરવામાં આવ્યો હતો, જે બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે પણ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી હતી. જોકે હાલ મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થયો છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ બાદ ક્ષેત્રમાં ફરી શાંતિ સ્થાપિત થઈ છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાનના પરમાણુ સ્થળો પર ફરીથી હુમલો કરવાનું નિવેદન વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

શુક્રવારે જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભવિષ્યમાં ઈરાનના પરમાણુ સ્થળો પર ફરીથી હુમલો કરશે, તો તેમણે નિશ્ચિતપણે જવાબ આપ્યો, “હા, ચોક્કસ, કોઈ શંકા વિના.” ટ્રમ્પના આ નિવેદનથી સેનેટમાં ચર્ચા વધુ તીવ્ર બની. રિપબ્લિકન પાર્ટી, જેની પાસે સેનેટમાં 53-47ની બહુમતી છે, તેઓ ઈરાન પર હુમલો કરવાના રાષ્ટ્રપતિના નિર્ણયના સમર્થનમાં મોટી સંખ્યામાં ઉભા છે. રિપબ્લિકન સેનેટર્સનું માનવું છે કે ઈરાન એક ગંભીર ખતરો છે, અને ટ્રમ્પના ગયા અઠવાડિયે 3 પરમાણુ સ્થળો પર કરેલા હુમલા નિર્ણાયક અને જરૂરી હતા. તેમણે ટ્રમ્પના કોંગ્રેસની મંજૂરી વિના લીધેલા આ પગલાને પણ યોગ્ય ગણાવ્યું.

Share This Article