અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા, વીજ કરંટથી એકનું મોત

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

ગુજરાતમાં ચોમાસાની વિધિસર શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ ગત રોજ મોડી સાંજે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના સાબરમતી, ચાંદખેડા, રાણીપ, પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના લગભગ તમામ વિસ્તારોના રોડ પર પાણી ભરાતાં શહેરીજનો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે પડેલા વરસાદ વચ્ચે 15 થી વધારે જગ્યા પર વૃક્ષ ધરાશાયી થયા છે. તો બીજી તરફ ઘી કાંટા વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી વચ્ચે એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો. મોટી હમામની પોળ નજીક ઇલેક્ટ્રીક પોલ પાસેથી પસાર થતા વીજ કરંટ લાગતા એકનું મોત નીપજ્યુ છે.

Share This Article