અમદાવાદમાં પ્લેન ક્રેશ થતા નાસભાગ મચી, જૂઓ વીડિયો

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ થઈ છે. મળતી માહિતી અનુસાર ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થતા ફાયર વિભાદની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે.

https://youtube.com/shorts/UMxoeqf1VX8?si=b1p7w4eJwEJ_EgRz

આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથા આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. આ દરમિયાન ઈજાગ્રસ્તોની સહાય માટે તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પહોંચી ગઇ છે. અનેક ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે. આ વિમાનમાં 133 મુસાફરો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ અને સેનાના જવાનો પણ બચાવકાર્ય માટે પહોંચી ગયા છે.

Share This Article