અમદાવાદ: વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત એક વ્યક્તિને બાદ કરતા તમામ લોકોના મોત નીપજ્યા છે. જોકે આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે. ભાજપ, કોંગ્રેસથી લઈ અન્ય રાજકીય પક્ષોના નેતાઓએ વિજય રૂપાણીના નિધનને લઈ દુખ વ્યક્ત કર્યું છે. પૂર્વ CM પોતાની દિકરીને લંડન મળવા જઈ રહ્યા હતા. તેમજ આ પ્લેનમાં તેઓ પરિવાર માંથી એકલા સવાર હતા.

તમને જણાવી દઈએ કે,ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું હવાઈ અકસ્માતમાં મૃત્યુ થવાની આ બીજી ઘટના છે, જે છ દાયકા પહેલા બળવંતરાય મહેતાના મૃત્યુ થયું હતું. બળવંતરાય મહેતાનું મૃત્યુ પણ વિમાન ક્રેશ થવાને કારણે 1965માં થયું હતું. ત્યારે ગુરુવારે અમદાવાદમાં બોઇંગ 787 ડ્રીમલાઇનર ટેકઓફના પાંચ મિનિટ પછી મેઘાણી નગરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં 242 લોકો સવાર હતા, જેમાં વિજય રૂપાણીનો સમાવેશ થાય છે.

Share This Article