NEET PG પરીક્ષા 2025 કરાઈ સ્થગિત

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન લેવા માટે યોજાનારી નીટ પીજીની પરીક્ષા 2025ને સ્થગિત કરી દેવામાં આવી છે. NEET PG-2025ની એન્ટ્રન્સ ટેસ્ટમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશને ધ્યાનમાં રાખીને NBEMSએ આ પ્રકારનો નિર્ણય લીધો છે.

https://x.com/ANI/status/1929531769117716719

હાલ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે. નવી પરીક્ષાની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. NEET PG 2025ની આગામી 15 જૂનના રોજ લેનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે, ત્યારે NBEMSએ એક જ શિફ્ટમાં ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવે તે માટે પરીક્ષા કેન્દ્રો અને જરૂરી પગલાને લઈને કામ કરી રહ્યું છે. જ્યારે પરીક્ષા તારીખ આગામી દિવસોમાં સત્તાવાર વેબસાઈટ natboard.edu.in અને nbe.edu.in જણાવવામાં આવશે.

Share This Article