આર્કટિકથી સીધું ગુજરાતનું મહેમાન બન્યું ‘સબાઇન ગલ’

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

વિશ્વભરના પક્ષીપ્રેમીઓ માટે એક અતિ રોમાંચક સમાચાર સામે આવ્યા છે! આર્કટિક પ્રદેશનું દુર્લભ પક્ષી ‘સબાઇન ગલ’ (Sabine’s Gull) ગુજરાતના સુપ્રસિદ્ધ નળ સરોવરનું મહેમાન બન્યું છે.તા.30 મે 2025ના રોજ સવારે આશરે 9.00 કલાકે નળ સરોવર વન્યજીવ અભયારણ્ય-રામસર સાઇટ ખાતે વન વિભાગના કર્મચારીઓને દુર્લભ પક્ષી ‘સબાઇનનો ગુલ’ -Sabine’s Gull જોવા મળ્યું હતું, જે પક્ષીપ્રેમીઓ અને પક્ષીવૈજ્ઞાનિકો માટે એક રોમાંચક, ગૌરવમય અને આનંદદાયક ક્ષણ હતી.આ પક્ષી આર્દ્રભૂમિ (વેટલેન્ડ)માં ખુલ્લા પાણીમાં જોવા મળ્યું કે જેને અભયારણ્યના કર્મચારીઓ તેમજ મુલાકાતી પક્ષીપ્રેમીઓએ નિહાળ્યું હતું.

એક વિશિષ્ટ આર્કટિક ગલ

‘સબાઇન ગલ’ એક નાનું, સુંદર ગલ (પક્ષી) છે કે જે તેના આકર્ષક દેખાવના કારણે જાણીતું છે. સંવર્ધન અવસ્થામાં તેની ઓળખ તીક્ષ્ણ કાળા હુડ, ચોખ્ખા રાખોડી આવરણ અને સફેદ નેપ (ડોક)થી થાય છે. તેની સૌથી વિશિષ્ટ ઓળખ તેની ત્રિ-રંગી પાંખો છે કે જે કાળી, સફેદ અને રાખોડી રંગની હોય છે. આ તે બે ગુલમાંનું એક છે કે જેની ચાંચ કાળી, નોક પીળી તેમજ પૂંછ દાંતાવાળી હોય છે.

Share This Article