ટ્રમ્પનો નવો ‘ટેરિફ બોમ્બ’, વિદેશી સ્ટીલ પર આયાત શુલ્કમાં 25 ટકાનો વધારો કર્યો

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ પર ટેરિફ વધારવાનો નિર્ણય લીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી સ્ટીલ આયાત પર ટેરિફ 25% થી વધારીને 50% કરવાની જાહેરાત કરી છે. તેમણે આ પગલું એવા સમયે લીધું છે. જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે મહત્વપૂર્ણ ખનિજો અને ટેકનોલોજીના વેપારમાં તણાવ ચરમસીમાએ છેટ્રમ્પે સ્ટીલ પર ટેરિફ વધારવાનો નિર્ણય લીધો છે કારણ કે તે સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માંગે છે.

આ ઉપરાંત, તે અમેરિકન બાંધકામ ઉદ્યોગને મજબૂત બનાવવા માટે પહેલ કરવા માંગે છે. અમેરિકા ચીન પર વેપાર દબાણ બનાવીને આર્થિક રીતે નુકસાન પહોંચાડવા માંગે છે. ટેરિફ વધારવા પાછળનું કારણ યુએસ સ્ટીલ-નિપ્પોન સોદો મજબૂત બનાવવાનું છે.આપને જણાવી દઈએ કે અમેરિકામાં હાઉસિંગ, ઓટોમોટિવ અને બાંધકામ જેવા ઉદ્યોગો સ્ટીલ પર ખૂબ નિર્ભર છે. ટેરિફ વધારવાથી આ ક્ષેત્રોમાં ખર્ચ વધી શકે છે, જેના કારણે ઉત્પાદનોની કિંમતો પણ વધી શકે છે. આ ગ્રાહકો પર વધારાનો બોજ મૂકી શકે છે. જોકે, ટેરિફ વધારવાના નિર્ણયથી ચીન, કેનેડા, યુરોપથી થતી આયાતમાં વિશ્વાસ ઘટશે.

Share This Article