ભારતની પાકિસ્તાન સામે વધુ એક કાર્યવાહી, આ પાક યુ-ટ્યુબ ચેનલો પર પ્રતિબંધ

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે બીજું મોટું પગલું ઉઠાવ્યું છે. કેન્દ્ર સરકારે ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી ફેલાવવા બદલ ભારતમાં કુલ 63 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ બંધ કરાવી દીધી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણો પર યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પ્રતિબંધિત પ્લેટફોર્મ્સમાં ડોન, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, જીઓ ન્યૂઝ અને સુનો ન્યૂઝના ન્યૂઝ આઉટલેટ્સની યુટ્યુબ ચેનલોનો સમાવેશ થાય છે. પત્રકારો ઇર્શાદ ભટ્ટી, અસ્મા શિરાઝી, ઉમર ચીમા અને મુનીબ ફારૂકની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકાયો છે. પ્રતિબંધિત કરાયેલા અન્ય હેન્ડલમાં ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉઝૈર ક્રિકેટ અને રાઝી નામાનો સમાવેશ થાય છે. પહેલગામ દુર્ઘટનાને પગલે પડોશીઓ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, આ યુટ્યુબ ચેનલો ભારત, તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી રહી છે.

Share This Article